મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

Emblem Logo

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

અમારા વિશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી સેવાઓમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) એ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂરક પોષણ પૂરું પાડવા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 53,065 આંગણવાડી કેન્દ્રો (AWCs) માધ્યમથી કુલ ૦ થી ૬ વર્ષનાં 27 લાખથી વધુ બાળકો તથા 9 લાખથી વધુ કિશોરીઓ અને 3.5 લાખથી વધુ સર્ગભા અને ઘાત્રીમાતાઓને લાભ આપવા સતત કાર્યરત છે.

મહિલાઓ માટે આશ્રય ગૃહો, સામાજિક સુરક્ષા, જરૂરિયાતમંદ મહિલાઓ માટે રક્ષણ અને સહાય અને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ જેવા લક્ષ્યાંકો મેળવવા માટે મહિલા કલ્યાણ, મહિલા આર્થીક વિકાસ નિગમ લી. અને ગુજરાત મહિલા આયોગ જેવા HOD’s કાર્યરત છે.

જેમનાં દ્વારા નાગરિકો સુધી સેવાઓનો લાભ સીધો તથા પારદર્શક રીતે મળી રહે તે આશયથી માન. વડાપ્રધાનશ્રીનાં "Minimum Government & Maximum Governance" વાકયને ચરીતાર્થ કરવા આયોજન બઘ્ઘ રીતે ગુડ ગર્વનન્સની પહેલ અને એક નવા જ યુગ સાથે જેમાં કર્મચારી અને નાગરિકોનું ડિજિટલ સશકિતકરણની શરૂઆત કરવામાં આવી છે.